Friday, August 19, 2011

Read It..

એક દીકરી તો સાસરે જઈને ફરીથી મમ્મી જેવું જીવે છે(જીવવાનો પ્રયત્ન કરે છે). જે મમ્મી વિષે લગ્ન પહેલાં કદાચ કોઈ દીકરી એટલું નથી વિચારતી, જેટલું લગ્ન પછીની જવાબદારીઓ નિભાવતી વખતે એને વિચારે છે અને એ પ્રમાણે એનાં બદલાતા રૂટીન ને જીવે છે. કદાચ માનસિક પરિવર્તન પામે છે. લગ્ન પહેલા, પોતે શું કરવા માંગે છે કે ફ્યુચર, કે કરિયર કે એવી એવી જ થીયરીની વાતો કરતી દરેક દીકરી, સાસરે ગયા પછી પ્રેક્ટીકલ લાઈફમાં બહુ બદલાઈ જતી હોય છે.

લોકો લગ્ન પહેલા છોકરીના વિચારો જાણવા આતુર હોય છે, અને એ પ્રમાણે જ એનું અવલોકન કરે છે, પણ મને લાગે છે, કે એ માત્ર થીયરી છે, છોકરી લગ્ન પછી પ્રેક્ટીકલ લાઈફમાં કેવી હશે એ માટે એની મમ્મીના વિચારોનું પણ થોડું અવલોકન બહુ જરૂરી છે. કારણકે ઘણું ખરું એ અંગત જીવનમાં એની મમ્મીની પ્રતિકૃતિ જ બને છે. બહાર લોકોની દ્રષ્ટીએ સામાજિક બદલાવમાં ભલે એ ગમે તેટલી આધુનિક કેમ નાં હોય, લગ્ન પછી અચૂક માનસિક સ્તરે એ સંબંધોમાં વધારે સહનશીલ અને વિવેકી બને છે.

0 comments: