પાંચ આંકડાની પગારદાર ભારતીય નારી
વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે
ઉઠીને ભગવાન યાદ કર્યાં પહેલા એ
આખા દિવસમાં જે કાર્ય કરવાના છે એ યાદ કરે છે
અચાનક એને યાદ આવે છે
આજે કામવાળી નથી આવવાની
વોંશીગ મશીન ખરાબ છે
ગઇ કાલના કપડા ધોવાનાં બાકી છે
છ વાગ્યા સુધીમાં વાસણ અને કપડા
ધોવાનું ઉતાવળે આટોપી નાખે છે
પરસેવાથી રેબઝેબ કપાળ લુછીને
વિખરાયેલા વાળને રબ્બરબેંડથી બાંધે છે
સવારની તાજી હવામાં યોગા અને હળવી કસરત કરે છે
યોગા-કસરત પુરી થતાં એનાં બાળકોને સ્કુમ માટે તૈયાર કરે છે
બાળકોને ફટાફટ તૈયાર કરીને રસોડા તરફ વળે છે
બાળકો માટે નાસ્તો બનાવીને લંચબોકસ પેક કરે છે
પોતાના બાળકોને એ ટુ વ્હિલર વાહનમાં સ્કુલે મુકવા જાય છે
રસ્તામાં બચ્ચાઓ એમનાં માટે શું લઇ આવવાનું મમ્મીને કહે છે
ઓફિસનાં પેડીંગવર્કથી ચિતિંત મમ્મી બચ્ચાની વાતોને મગજના
એક ખુણે સાચવીને મુકી દે છે
સ્કુલથી પાછા આવીને ઘડીયાળમાં જોયું સાડાસાતનો સમય છે
પતિ,સાસું અને દેવર માટે નાસ્તો બનાવવા ફરી રસોડામાં જાય છે
ઘડીયાળમાં સમય જોતા જોતાં ફટાફટ ટેબલ પર નાસ્તો પિરસે છે
એ પણ ફટાફટ પોતાનો નાસ્તો પુરો કરે છે,ઘડીયાલ હસતાં
મુખે એને આઠ વાગ્યાનો સમય બતાવે છે
અને એ બાથરૂમ તરફ રવાના થાય છે
ઝટપટ સ્નાનવિધિ પૂરી કરીને પોતાના બેડરૂમના વોર્ડસામે ગોઠવાય જાય છે
ડ્રેસ અને સાડીઑની હારમાળા વચ્ચે શું પહેરવું એ વિચારે ચડે છે
આધુનિકા દેખાવા માટે જિન્સ અને ટોપ પર પંસદગી ઉતારે છે
કોલેજમાં જેના રૂપની ચર્ચા થતી એ રૂપગર્વિતા,પોતાના રૂપને
અકબંધ સચવાયેલું જોઇને અરિસામાં પોતાનાં પ્રતિબિંબ સામે
મસ્તીથી આંખ મિચકારે છે.અમસ્તું એનાથી હસાય જાય છે
એના મિત્રનો એસ એમ એસ યાદ આવી જાય છે.
એક હાથમાં બ્રાન્ડેવ વોચ,બીજા હાથમાં ટ્રેંડી બ્રેસલેટ
બંને આંખોમાં કાજલની પતલી લાઇને ખેંચે છે
હોઠો પર લાઇટ સેડની લિપસ્ટિક લગાડે છે
ઇમ્પોર્ટેડ પરફ્યુમ છાંટીને પગમા બ્રાન્ડેડ ચપ્પ્લ પહેરે છે
એની પોતાની કારમાં ઓફિસ જવા માટે નીકળે છે
ઘડીયાલમા જોયું તો સવારનાં નવ વાગ્યાનો સમય છે
ગુડ મોર્નિગનો રાબેતા મૂજબ ગમતો એસ એમ એસ આવે છે
સાડાનવ વાગ્યે ઓફિસ પહોંચે છે,
ગઇ કાલના પેડીંગવર્કને ફટાફટ પુરા કરે છે
સમય સવારનાં અગ્યાર વાગ્યાનો ધડીયાળ બતાવે છે
ઓફિસમાં બોસનું આગમન થયું,
થોડી વારમાં બોસનો બુલાવો મેડમને આવે છે
નવાકામ માટે એના પર પંસદગી ઉતારે છે
કારણ-ઓફિસની સિનિયર અને જવાબદાર વ્યકિત તરીકે ગણનાં થતી હતી
કંપનીની સૌથી વધું વિશ્વાશું તરીકે એની છાપ અકબંધ હતી
નવુ કામ હાથમાં લઇને પોતાની કેબિનમાં કોમ્પયુટર સામે ગોઠવાય છે
ઓફિસનું કામ,ફેસબુક,મિત્રોનાં ફોન,મેસેન્જર-આ બધાને પુરતો ન્યાય આપે છે
ઘડીયાલમાં સમય બતાવે છે બપોરનાં એક વાગ્યાને ત્રીસ મિનિટ .
મેંમ ટિફિનબોકસ ખોલે છે,ઓફિસની અન્ય છોકરીઓ કેબિનમાં આવે છે
ઓફિસમાં લાડકુ સ્થાન ધરાવતાં,મેમ સાથે છોકરી જમતા જમતાં
હસી-મજાક અને સુખ-દુખની વાતો કરે છે,ત્યારે આધુનિકા જેવી
લાગતી માનૂનીઓમાંથી મધ્યમવર્ગની ગૃહિણીની ઝાંખી થતી હતી
એક અલ્લડ છોકરી જતાં જતાં કહેતી ગઇ,”મેમ,આજે મસ્ત લાગો છોને કાંઇ.”
મેમ મનમાં મલકી ગયા,ફરી પેલા ફ્રેન્ડનો એસ એમ એસ યાદ આવી ગયો.
બે વાગ્યાને ત્રીસ મિનિટે બધા ફરી પોતપોતાના કામે વળગી જાય છે
વચ્ચે સમય કાઢીને પોતાના છોકરાઓ સાથે વાતો કરી લે છે
વચ્ચે વચ્ચે ખાસ મિત્રો સાથે ચેટ કરી લે છે,
ફેસબુકમાં મિત્રોની પોસ્ટ પર કોમેન્ટ મુકે છે
બોસે સોપેલું કામુ પુરું થતાં બોસની કેબિન તરફ વળે છે
કામ પુરું થયાની જવાબદારી વ્યવસ્થિત પુરી કરી એનો સંતોષ
બોસની કેબિનની બહાર નીકળતી વખતે ચહેરા પર દેખાય આવે છે
સમય બતાવે છે સાંજના સાડાપાંચ વાગ્યાનો,
કોમ્પયુટર ઓફ કરતાં પહેલા મિત્રો પાસેથી “હું જાંઉ”ની મંજુરી મેળવે છે
મિત્રોથી છુટા પડવાનો રંજ ચહેરા પર સ્પષ્ટ દેખાઇ આવે છે
ઓફિસથી નીકળીને સ્ટેસનરીની દુકાનેથી બચ્ચાની બધી વસ્તુંઓ ખરીદે છે
રસ્તામાં શાક માર્કેટમાંથી શાક-બકાલું ખરીદે છે,અન્ય પરચુરણ વસ્તું ખરીદે છે
સમય છે સાંજનાં છ વાગ્યાનો,ફટાફટ કપડા બદલીને જિમમાં જવા નીકળે છે
જિમમાંથી ધરે આવે છે,ઘરની ધડીયાલ થાકેલી હાલતમાં સાતનો સમય બતાવે છે
ફરી કપડા બદલાવીને એ રસોડા તરફ વળે છે,
ઘરનાં બધાને ભાવતી વાનગી બનાવે છે
બધી વાનગીઓ ડાઇનિંગ ટેબલ પર ગોઠવે છે
બધાને જમાડીને એ જમવા બેસે છે
પણ આ શું!જે બધાને ભાવે છે એ વાનગી મેમને નથી ભાવતી
બે રોટલી કેરીનાં છુંદા સાથે ખાઇ લે છે
ટેબલ પરનાં બધા વાસણૉ ઉપાડીને ફટાફટ સાફ કરી નાંખે છે
એક ખુણામાં પ્લાસ્ટીકનાં ટબમાં આજના ઉતારેલા કપડા જુવે છે
કપડાનો ઢગ જોઇને એક ઉનો નિસાસો નાંખે છે
વોંશીંગ મશીન ખરાબ છે એ યાદ આવે છે
કપડા ભરેલું ટબ ઉઠાવી ચોકડી તરફ વળે છે
ચોકડીમાં નદી કાઠે ગામડાની સ્ત્રીની યાદ અપાવે એ રીતે
કપડાને ઘોકાથી ધોતી હતી,
પાંચ આંકડાની પગારદાર એક ગુજરાતી નારી