Wednesday, July 27, 2011

કાલ ની "દીકરી" આજ વહુ થઇ ગઇ

કાલ ની "દીકરી" આજ વહુ થઇ ગઇ,
કાલે જલશા કરતી હવે સાસરીયા મા સેવા કરતી થઇ ગઇ
કાલ જીન...્સ પહેરતી આજે સાડી પહેરતી થઇ ગઇ
માવતર મા વેહતી ચંચલ નદી સાસરીયે ધીર ગંભીર થઇ ગઇ
રોજ છુટ થી પૈસા વાપરતી આજ શાકભાજી ના ભાવતાલ કરતી થઇ ગઇ
કાલે સ્કુટી ફુલ સ્પીડે ચલાવતી એ આજે બાઇક મા પાછડ બેસતી થઇ ગઇ ગઇ
કાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજે ૩ ટાઇમ જમવાનુ બનાવતી થઇ ગઇ
હંમેશા પોતાનુ ધાર્યુ કરતી આજ પતી નુ ધાર્યુ કરતી થઇ ગઇ
માં પાસે કામ કરાવતી આજે સાસુ નુ કામ કરતી થઇ ગઇ
બહેન સાથે લડતી ઝગડતી આજે નનંદ નુ ક્હયુ કરતી થઇ ગઇ
ભાભી ની મજાક કરતી આજ જેઠાણી ને આદર આપતી થઇ ગઇ
પિતા ના આંખ નુ પાણી આજ સસરા ના ગ્લાસ નુ પાણી થઇ ગઇ
છતા પણ પિતા કહે છે વાહ મારી આંખ નુ રતન મારી " દીકરી " સાસરીયે જઇ સુખી થઇ ગઇ

0 comments: